Last modified on 5 जुलाई 2016, at 20:17

એ ઘેર આવે એની સાક્ષીએ / પારસ હેમાણી


ઘેર આવે એની સાક્ષીએ,
જીવન જીવે
એની સાક્ષીએ
અને
વિદાય લે
એની સાક્ષીએ
સાચે જ
સ્ત્રીનું જીવન


લે
આજીવન
અગ્નિ સાથે દોસ્તી...