भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ઘર અને આકાશ / ભરત ત્રિવેદી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

મારા ઘરની ચાર દીવાલો
ઘરને કાયમ ટોકતી રહે છે કે
હદમાં રહે !

ઘરને થાય કે બારીમાંથી
બહાર કૂદી પડું,

પણ
છતનો વિચાર આવતાં જ
રોકાઈ જાય છે.

છત ધારે તો ગમે ત્યારેય
ઊડવા માંડે
પણ ઊડી ઊડીને જાય ક્યાં
આકાશ સુધી જ ને !

દીવાલો ટોક્યા કરે છે
ઘરને
અને ઘર તાક્યા કરે છે
બારીને

અને છત તાક્યા કરે છે
આકાશને...