भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ઘર ૨ / ભરત ત્રિવેદી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આખરે મેં એક ઘર
બનાવી લીધું
જેમાં બાર બારીઓ
ને ચાર બારણાં ગોઠવી દીધાં,
છત તો માત્ર એક જ રાખી
પણ
સાલું તે મને ક્યારેય
માથું ઊંચકવા, કે
ઊંચો થવા દેતી નથી.