Last modified on 3 जुलाई 2015, at 14:42

જટાયુ - ૪ / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ
પણ ભોળું છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ !

(જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ
(ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ.

હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન
તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન.

ને એય ઠીક છે, વન તો છે આ ભોળિયાભાઈની મા :
લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા !

હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત,
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત.