भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
તને જોઈ જોઈ તોય તું અજાણી / રાજેન્દ્ર શાહ ‘રામ વૃંદાવની’
Kavita Kosh से
તને જોઈ જોઈ તોય તું અજાણી,
(જાણે) બીજને ઝરૂખડે ઝૂકી'તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.
વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તોય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી.
પોઢેલો મૃગ મારા મનનો મરુવને
જલની ઝંકોર તારી જગાવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના'વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાનાં પાણી!