भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

નિયતિ / ભરત ત્રિવેદી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

મારા આંગણામાં
એક પર્ણહીન વૃક્ષ સાવ ટટ્ટાર ઊભું છે
કશા વિચારોમાં વ્યસ્ત

પંખીઓ આવશે પાછાં ને
માળો પણ બાંધવા લાગશે
હર વસંતની જેમ આ વર્ષે
પણ
ઋતુ બદલાતાં આવવું-જવું
પંખીનો તો સ્વભાવ.

અવતાર વૃક્ષનો મળ્યો હોય
તો મન મનાવી ઊભા રહેવાનું
અડગ
બસ આમ જ ચૂપચાપ?