भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

નિયમરહિતા / ભરત ત્રિવેદી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

કવિતા કરવા બેઠો છું, ને
સુવાસ આવવા લાગે છે હમામ સાબુની
તીખી ને મર્દાના
સાંજના પાંચ થયા ને
ખાલી સ્ટીલની બાલદીમાં
ટપ ટપ પાણી આવવું ચાલું થઈ જાય છે,
પણ અહીં તો કયાં કશું ય
કહીને આવતું હોય છે!
એ બે રીતે ના બને -
એક તો લોકો જાણતા હોય
તેની, ને
આપણે જાણતા હોઈએ
તેની તો બને જ કયાંથી !
નળ ખુલ્લો હોય
ને સાવ ખાલી બાલદી તેની નીચે
રાખી મૂકી હોય ને
ગમે ત્યારે ટપ ટપ ટપ
થવા લાગે...