भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મનમાં ને મનમાં જ પડકારી ગયો / રાકેશ હાંસલિયા

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

મનમાં ને મનમાં જ પડકારી ગયો,
જાત મારી એમ સંભાળી ગયો.

અન્યને જીતાડવા રમતો હતો !
એ જ માણસ જિન્દગી હારી ગયો.

ચાસ મનમાં આટલાં હરખાય કાં ?
આજ ખેતરમાં તું શું વાવી ગયો ?

ગર્વ ખોટો કર નહીં તું જાત પર,
એક બિંદુ હું ય વિસ્તારી ગયો !

બંધ આંખે સ્હેજ હું બેઠો હતો,
ડાયરો કૈં કેટલું ધારી ગયો !

ઓ ! ઘટા, આજે થયું છે શું તને ?
સ્હેજ ભીંજાયો છતાં દાઝી ગયો !