भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

શબ્દ / હરિશ્ચન્દ્ર જોશી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

શબ્દનો સંબંધ આળો હોય છે.
શબ્દ સુંવાળો, હુંફાળો હોય છે.

શબ્દના રેલા દડીને ક્યાં જશે ?
અર્થનો અધવચ્ચ પાળો હોય છે;

શબ્દપંખી ટેરવે બેસે - ઊડે,
એટલામાં ક્યાંક માળો હોય છે;

શબ્દનું ટોળું ધસે મારા તરફ,
મેં કરેલો કોઈ ચાળો હોય છે;

શબ્દ પેસે મૌનમાં એવી ક્ષણે,
વાતના વસમા દુકાળો હોય છે.