भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા" के अवतरणों में अंतर
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ |अनुवाद...' के साथ नया पन्ना बनाया) |
Lalit Kumar (चर्चा | योगदान) छो (Lalit Kumar moved page કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ to કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા) |
(कोई अंतर नहीं)
|
09:58, 27 दिसम्बर 2014 के समय का अवतरण
કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.
ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.