Last modified on 19 जुलाई 2013, at 18:00

ધીરજ અંગ / અખો ભગત

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 18:00, 19 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અખો ભગત |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <p...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

બ્રહ્માદિક નવ પામ્યા પાર, એમ જાણીને ખાશો માર;
અગમ અગોચર સૌને હરિ, બ્રહ્માકીટલગી માયા આવરી;
અખા હરિ જો મળનારા થાય, તો ન ગણે ઊંચનીચ રંકરાય.

કુળ અધિકાર અધ્યયન ચાતુરી, પાપીમૂર્ખ ત્યાં ન જુવે હરિ;
જેમ વાયાની વળણે લાગે લાય, પણ ડાબું જમણું ન ગણે વાય;
ત્યમ ઊંચનીચ ન ગણે નારાણ, અખા એમ ખરાખરી જાણ.