Last modified on 19 जुलाई 2013, at 18:02

જ્ઞાની અંગ / અખો ભગત

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 18:02, 19 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અખો ભગત |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <p...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

સકળ લોક ત્યમ જ્ઞાતા પુરુષ, એમ જાણે તે નર છે મૂરખ;
દેહવિષે સૌ સરખા ગણે, જેમ કંચનતાર ત્રાપડમાં વણે;
અખા અમૃત તે પાણી નોય, રસ જાણી ગણશો માં તોય.

જ્ઞાનીનો લક્ષ પરપંચપાર, જેમ નાવ ચાલે ધ્રુને આધાર;
વણ વાળી જેમ વહે છે નદી, આવી મેલાણ કરે ઉદધી;
જેમ દીપક કેરી ગત્ય ગગન, એમ પરબ્રહ્મમાં અખા તું ગણ.

સેજ સ્વભાવે સર્વાતીત, દ્વૈત તેજ ભાસ્યું અદ્વૈત;
જેમ દુમાસવિષે બૌ દીસે ભાત્ય, પણ પોતથકી નૈં અળગી જાત્ય;
અખા જ્ઞાતા દેખે અશું, અદભુત કારણ જ્યાં ઉલસ્યું.

સમજ્યો સમજ્યાની ગત લહે, જેમ સ્વપ્ન સાખ્ય બીજો નવ કહે;
નિજ પિંડ આદે ચૌદે લોક, વસતાં રહે તે દેખે ફોક;
સમજણહાર વિના સમજવું, કહે અખો હું એવું કેવું.

ભવન ત્રણ સ્ફુર્ણ મનતણું, જેમ સૂર્ય કારણ રેણીદિનતણું;
સૂરજવિના નોહે દિનરાત, તેમ તે વિના કોણ દેખે ભાત;
અખા તેમ જે મનને લહે, ત્યારે સેજે પરમ કારણ રહે.

પરાપાર પરમેશ્વર વસે, સેજે સેજ ત્યાંથો ઉલસે;
આપે આપની પામે ભાળ્ય, ત્યારે જાય જગત જંજાળ;
અખા વાત એ સાચી જાણ, તેહ વિના મન રખતી વાણ.