Last modified on 22 जुलाई 2013, at 17:22

ભાવે ભજીલ્યો ભગવાન / અનામી

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:22, 22 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અનામી |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <poem>...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું...

કંઈક આત્માનું કરજો કલ્યાણ
જીવન થોડું રહ્યું...

એણે દીધેલા કોલ તમે ભૂલી ગયાં,
જૂઠી માયા ને મોહમાં ફસાઈ ગયાં,
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન.
જીવન થોડું રહ્યું...

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું...

બાળપણ ને યુવાનીમાં અડધું ગયું,
નહિ ભક્તિના મારગમાં ડગલું ભર્યું,
હવે બાકી છે એમાં દ્યો ધ્યાન.
જીવન થોડું રહ્યું...

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું...

પછી ઘડપણમાં પ્રભુ ભજાશે નહિ,
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ,
બનો આજથી પ્રભુમાં મસ્તાન.
જીવન થોડું રહ્યું...

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું...

જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો,
કૈંક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
છીએ થોડા દિવસના મહેમાન.
જીવન થોડું રહ્યું...

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું...

બધાં આળસમાં દિન આમ વીતી જાશે,
પછી યમનું ઓચિંતુ તેડું થાશે,
નહિ ચાલે તમારું તોફાન.
જીવન થોડું રહ્યું...

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું...

એ જ કહેવું આ બાળકનું દિલમાં ધરો,
ચિત્ત આપી મહાવીરને ભાવે ભજો,
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન.
જીવન થોડું રહ્યું...

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું...