Last modified on 29 जनवरी 2015, at 21:27

હરિનો હંસલો / બાલમુકુન્દ મણિશંકર દવે

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 21:27, 29 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= બાલમુકુન્દ મણિશંકર દવે |अनुवादक=...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો?
કલંકીઓ કોણે કીધા ઘા?

કોણ રે અપરાધી માનવ જાતનો
જેને સૂઝી અવળીમત આ?
રુધિરે રંગાયો હરિનો હંસલો?

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો,
ધોળો ધોળો ધરણીને અંક;
કરુણા-આંજી રે એની આંખડી,
રામની રટણા છે એને કંઠ,
રુધિરે રંગાયો હરિનો હંસલો!

હિમાળે સરવર શીળાં લે’રતાં
ત્યાંનો રે રહેવાસી આ તો હંસ;
આવી રે ચડેલો જગને ખાબડે,
જાળવી જાણ્યો ના આપણ રંક!
રુધિરે રંગાયો હરિનો હંસલો!

સાંકડાં ખોદો રે અંતરખાબડાં,
રચો રે સરવર રૂડાં સાફ;
અમરોનો અતિથિ આવે હંસલો,
આપણી વચાળે પૂરે વાસ.
રુધિરે રંગાયો હરિનો હંસલો!