Last modified on 31 जनवरी 2015, at 14:54

પલ / મણિલાલ ભગવાનજી દેસાઈ

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:54, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિલાલ ભગવાનજી દેસાઈ |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

સરકી જાયે પલ...
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !
નહીં વર્ષામાં પૂર
નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિઃસંગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ