Last modified on 31 जनवरी 2015, at 15:16

ફૂલ / પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:16, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર |अनु...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

ફૂલનો પવન લોચન મારે વાયો,
આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.

કોઈ તરુ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાળખી, પાન;
ફૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિનાં ગાન :
ફૂલનો સૂરજ હ્રદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.

ફૂલની નદી, ફૂલનું તલાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો,
ફૂલનો પવન લોચન મારે વાયો.