Last modified on 31 जनवरी 2015, at 15:41

અપૂર્ણ-પૂર્ણ / પિનાકિન ઠાકોર

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:41, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

મારી પાસે કશું ના ચરમ રહ્યું કને,
આવી તેં દ્વાર મારે
માગ્યું, આપું હવે શું !
અધીર હ્રદયને જે વળે કૈં કરાર;
આવ્યું ત્યારે હતું કે અવિરત મળશે,
સંઘર્યું કૈં ન ત્યારે,
દીધું તેને કીધું કે પરત ન કરશો, આંહીં તો છે અપાર.

લેનારાં બે ય હાથે સઘળું લઈ ગયાં,
જેટલું લૈ શકાયું,
ને જે બાકી રહ્યું તે પથ પર
મળતાં સર્વ કો’માં લૂટાયું.
ને હું તો મુક્ત શ્વાસે અખિલ જગતમાં
ઘૂમવા ઊડી ચાલ્યો,
ક્યાંથી આવી અચિંત્યાં અરધ પથ મને
રોકીને હાથ ઝાલ્યો !

ને કીધું “જિન્દગીની અભિનવ તમ જે
સંપતિ જાવ દેતા
મારી આ છેલ્લવેલ્લી હ્રદયની અભિલાષા,
તમે ના ન કે’તા.”
હાવાં હું તે શું આપું, કશું ન રહ્યું કને,
મારું છે રિક્ત પાત્ર;
કીધું તેં “એ જ આપો, અવર નહિ કશું,
માગું છું એ જ માત્ર.”

ને એવું રિક્તમાં એ સભર કરી દીધું,
તેં કશું રે પ્રપૂર્ણ,
મારો આ જિન્દગીનો પથ ભરી દીધ
શી ઝંખનાથી અપૂર્ણ.