Last modified on 31 जनवरी 2015, at 15:41

હો રંગરસિયા / પિનાકિન ઠાકોર

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:41, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

હો રંગરસિયા હો રંગરસિયા,
રમવા આવો આવો રાજ રે,
સંગ મળ્યાં-માણ્યાં નિત રૈ હૈડે હસિયાં. હો રંગO

ઢોલીડા તેડાવો ઝાંઝર બાંધશું,
ને ચાલુ ચમકતી ચાલ;
એને ઠમકે લેશું તાલ,
મીઠાં વાગે મોરલી ઝાંઝ પખાજ રે,
બેય ગળાં ગાણાએ સાંધશું :
રાસે રમશું રાધા કાનજી વ્રજવસિયાં. હો રંગO

મારે તે દરબારે ઢાળ્યા ઢોલિયા,
કંઈ ઢાળ્યા રે ચોપાટ,
બાંધ્યા ઝૂલે હીંડોળા-ખાટ,
ફૂલ સુંવાળી સેજે રેશમ સાજ રે,
રાત રહી જાઓ નાહોલિયા,
સુખના જાણે બારે મેહ વરસિયા. હો રંગO

મારો દહાડો ઊગે કેસૂડાને ક્યારડે.
મારા સોનાના બપ્પોર,
પીઠી ઢોળ્યા ઢળતા પ્હોર,
કેસર વરણે ઝળહળ ઝળતી સાંજ રે,
રૂડા રંગ મહલને ઓરડે,
શોભીશું જેવાં રે રાઘવ રામસિયા. હો રંગO