Last modified on 31 जनवरी 2015, at 15:42

તડકો / પિનાકિન ઠાકોર

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:42, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

આ ઠરી ગયો શું તડકો !
નરમ નરમ પણ નથી ગરમ એ,
જરા જુઓને ! આંગળીએથી અડકો ! –આ0

અંદર રંગીન ફૂલો વાળું,
પીળે કાચ મઢેલ સૂંવાળું,
પેપર વેઈટ રચેલ રુપાળું,
કોના ટેબલ ઉપર દાબ્યા
કાગળીઆ શા ખડકો ?

હરિયાળી આ નીલ રકાબી,
ઉપર મેલી કેક ગુલાબી,
આસમાન ઝૂકે શું રુંવાબી.
મિજબાનીને મેજ આવીને
ચાખી જુઓને કડકો ! –આ0