Last modified on 13 फ़रवरी 2015, at 13:19

મધુર નમણા ચ્હેરા / નટવર કુબેરદાસ પંડ્યા

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 13:19, 13 फ़रवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નટવર કુબેરદાસ પંડ્યા |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

મધુર નમણા ચ્હેરાઓની હવા મહીં પ્યાલીઓ
ગગન કરી દે કેફે રાતું કસૂંબલ આસવે;
નયન હજી તો હોઠે માંડે, પીધોય ન ઘૂંટડો,
નજર ખુદ ત્યાં મારી પીવા જ શી મદિરા બની
જતી લથડતી ધોરી રસ્તે પતંગ શી ફૂલ પે
વદન વદને ઊડે, બેસે, પિયે મધુ, ચીકણી
ઘણીય વખતે મારે એને ઉઠાડવી રે પડે,
નયન મીંચીને ઢીંચ્યે જાતી અસભ્ય ઊંઘેટ્ટીને,

મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી;
મુજ જીવનના પંથે છાયાદ્રુમો સમ જે હસ્યા,
નયન ઊતરે ઊંડે ઊંડે અતીત વિશેય, તો
મધુર નમણા ચ્હેરાઓના દીપે પથ ઊજળો !

જીવનવગડે કાંટામાં છો છૂંદાય પદો પડી,
મધુર નમણા ચ્હેરાથી તો ખસે જ ન આંખડી.