( अनुवाद )
સૂર્ય ઊગતા જ
ક્યારેક ખુલ્લતું હતું
પહાડની બાજુથી
જે બંધ બારણું
સાથી દરવાજાને
ધીરેથી પૂછ્યું
ભાઈ! સાંભળો!
શું છે અનુમાન તમારું?
આપણને ફરીથી શું
આવીને કોઈ ખોલશે.
ઘરની દિવાલોથી
હવે કોઈ બોલશે!
આના પર ઘણા વર્ષોથી
સ્થળાંતરને કારણે
બંધ પડી છે એક બારી
તમારી જોડેની બારીથી
ખુલ્લી આંખોથી ડોકિયું કરીને
અંધારામાં રડવાનું શરૂ કર્યું
એટલામાં સવાર થવા લાગી
દરવાજા પણ મૌન છે
બારીઓ પણ ઉદાસ છે
ખુલવાની કોઈ આશા નથી
પણ સાચું કહું? ખબર નહિ શું કામ
તે બધા હવામાં વિશ્વાસ રાખે છે,
લાગે છે, બારીઓ ખુલી જશે
પગદંડીઓથી ઉતરતો પવન
હવે વલણ બદલશે કદાચ
દબાણ કરીને બનાવશે
ટેકરીની બાજુ ફરીથી
ખુલશે બંધ પડેલ દરવાજાઓ
ટોચનાં સંગીત પર
લહેરાશે ફરીથી બારીઓ
ખીણમાં અવાજના મોજાઓનો પડઘો.
(અનુવાદ:- ધ્રુવ ભટ્ટ)
mul