Changes

'{{KKGlobal}} {{KKRachna |रचनाकार= કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી |अनु...' के साथ नया पृष्ठ बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGujaratiRachna}}
<poem>
થિબ્ઝ જીત્યું, થિબ્ઝ લૂંટ્યું : ક્રૂર એ સિકંદરે :
શહેર બ્હાર મ્હેફિલો ઉડાવી એ ભયંકરે.
મસ્ત એ પડ્યો પડ્યો જુવે છ હસ્તિરાજ શો !
તરંગ આવતાં કર્યો અવાજ સિંહનાદ શો.

“સેવકો ! લગાડો આગ ! દુશ્મનો થાય ખાખ:
ભસ્મસાત આજ થિબ્ઝને કરો ! રહે ન રાખ.”
વાક્ય સાંભળ્યું ન ત્યાં હજાર સૈનિકો કૂદે,
પશુ બની મશાલધારી ધાય : શ્હેરીઓ ધ્રૂજે.

“રહો, ઊભા રહો ! કહું હું, વાત એક સાંભળો :
બાળજો બધુંય આગ ના લગાડશો ગૃહે
કવિ તણા. ” વદી જરાક શ્વાસ લૈ સિકંદરે
શરૂ કર્યું : કુલોચનેથી આંસુ એક તો સર્યું.

“ પશુ બન્યો હું, બાળવી પ્રજા બધી શરૂ કરી;
પ્રાણ એ પ્રજા તણો ન બાળવોય છે નકી !”
</poem>
Delete, Mover, Protect, Reupload, Uploader
8,152
edits