1,641 bytes added,
07:50, 13 फ़रवरी 2015 {{KKGlobal}}
{{KKRachna
|रचनाकार=નટવર કુબેરદાસ પંડ્યા
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGujaratiRachna}}
<poem>
વતન એટલે છેવટે તો એક છાંયડી;
છાંયડીને બાનો ચહેરો :
વતનને બાનો ચહેરો;
ઘર એટલે તુલસીનું માંજેરવાળું કૂંડું,
કૂંડામાં સાંજનો દીવો,
દીવો એટલે શીળી આભા,
આભાને બાનો ચહેરો,
ઘરને બાનો ચહેરો;
પર્વ એટલે બાના હાથનો સાથિયો,
સાથિયો એટલે
ઉમરા આગળના કંકુના મોટા ચાંલ્લા,
ચાંલ્લો એટલે બાના ભાલનું અખંડ સૌભાગ્ય,
ચાંલ્લાને બાનો ચહેરો;
પર્વ એટલે બાનો ચહેરો,
દિવાળી એટલે દેવનું ઘર,
દેવના ઘરમાં ચાળણી-ઢાંક્યો અખંડ દીપ,
અખંડ દીપને બાનો ચહેરો,
દિવાળીને બાનો ચહેરો,
સમય એટલે ભીની નીકવાળી ગલી,
ગલી એટલે વીતેલા બાળપણના ઓઘરાળા,
ઓઘરાળામાં બાનો ચહેરો;
સમયને બાનો ચહેરો,
વતનને બાનો ચહેરો.
</poem>