Changes

'{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નટવર કુબેરદાસ પંડ્યા |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार=નટવર કુબેરદાસ પંડ્યા
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGujaratiRachna}}
<poem>
આ પરથમ પ્હેલા ઘનઘેર્યા આકાશે
વતન હો વ્હાલા! આપણ એટલ પાસે,
આપણ એટલ પાસે,
ઘરવાડે જે ઘાસ-ઊઠ્યો તવ શ્વાસ
ભળી જાય અહીં આવીને મુજ શ્વાસે,
આ પથરાય પ્હેલા ઝરમર ઝરિયા ઘાસે;

વતન હો વ્હાલા! એક કાંકરી ફેંકું
અહીંથી એક કાંકરી ફેંકું,
આપણું પેલું તળાવ ડહેકું ડહેકું,
તેમાં જઈને પડે,
-ને તળાવ છંદે ચડે, લ્હેકું લ્હેકું
તલાવ છંદે ચડે!
-ઓ દેખાય. . .
ઓ રહી આપણી રૂંરૂં રમરમ રમરમ
રવરવતી રે સીમ,
આપણો પેલો કાંસ વહે રીમઝીમ,
ઓ કાંઠે કોઈ મગના ફૂટ્યા ફણગા જેવું
આપણું ઘર દેખાતું લાગે;
એક કાંકરી ફેંકું, વતન હો વ્હાલા!
એક કાંકરી ફેંકું,
પણિયારાની માટલીએ જઈ વાગે,
તરડ તો ટપટપ, ટપટપ
ટપકીને વહી જાય
‘ટપટપ’ ‘ટપટપ’ અહીંના મારા
શ્રવણોમાં નીક થઈ ટપકાય !

અહીંથી ઊઘડ્યું ઈન્દ્રધનુ કોઈ નળિયાથી
અહીં આ મારાં ઝળઝળિયાંથી
વતન હો વ્હાલા !
આપણ પેલા આથમણા પાદરિયે ઊગ્યા
જાંબલિયા ડુંગરિયે
જતુંકને ભળી જાય.
આ પરથમ પ્હેલા ઝરમર ઝરિયા ઘાસે,
આ પરથમ પ્હેલા ઘનઘેર્યા આકાશે. . .
</poem>
Delete, Mover, Protect, Reupload, Uploader
8,152
edits