અહીં હશે ચમકી વીજ એક દિ'
ખણખણાટ થતાં હથિયારના;
વહી હશે નવ-શોણિતની નદી
બલી થતાં કંઈ બત્રીસલક્ષણા.
શૂરકથા શત વર્ષ જીવાડવા
અહીં મૂકેલ શિલા કંઈ કોતરી :
સળગતો ભૂતકાળ અહીં ફરી
શહીદનાં પથદર્શન પૂજવા.
અહીં જ એ ઇતિહાસ પડી રહ્યો
સ્વજનસંઘ ગણી તરુની ઘટા;
મૂક શિલા મહીં પૌરુષ પેખતાં
મનુજ અંતર સ્વપ્ન ઘડી રહ્યો.