Last modified on 26 दिसम्बर 2014, at 16:04

માગું / યામિની વ્યાસ

લ્યો! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું!
શું હજી હું તમને હરિજી અઢાર વરસની લાગું ?

જાન લઇને ઝટ આવોને... બારણા ખુલ્લાં રાખું!
મહિયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.
દહેજમાં શું જોઇએ, કહેજો... ના કરશો ને ત્રાગું?
લ્યો! હરિએ....

ચુંદડી ઓઢી ચાલી સહુને ‘આવજો.. આવજો...’ કરવા!
ચાર ખભે ડોલીએ મ્હાલી ચાલી પ્રભુને વરવા!
શમણાંમાં પણ તક ના ચૂકું તેથી હું તો જાગું!
લ્યો! હરિએ...