994 bytes added,
11:16, 16 अगस्त 2013 {{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= દાસી જીવણ
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatKavita}}
<poem>
અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.
સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. - ગુરુ આજ
જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. - ગુરુ આજ
$ખીમ ને $ભાણ રવિ રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. - ગુરુ આજ
દાસી જીવણ સત ભીમનાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . - ગુરુ આજ
</poem>