Changes

બંગલાનો બાંધનાર / દાસી જીવણ

2,072 bytes added, 11:33, 16 अगस्त 2013
'{{KKGlobal}} {{KKRachna |रचनाकार= દાસી જીવણ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavit...' के साथ नया पन्ना बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= દાસી જીવણ
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatKavita}}
<poem>
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ;
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?...

લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં;
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ... ભાડૂતી બંગલો

ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં;
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ... ભાડૂતી બંગલો

આ રે બંગલામાં દસ દસ દરવાજા;
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ... ભાડૂતી બંગલો

કડિયા-કારીગરની કારીગરી નથી એમાં;
પાણીની બનાવી હવેલી મારા ભાઈ... ભાડૂતી બંગલો

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા;
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ... ભાડૂતી બંગલો

નટવર શેઠની નોટિસો રે આવી;
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ... ભાડૂતી બંગલો

ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા;
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ... ભાડૂતી બંગલો

પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ;
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ... ભાડૂતી બંગલો

દાસી જીવણ જાઓ ગુરુજીને ચરણે;
તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ... ભાડૂતી બંગલો
</poem>
203
edits