Changes

'{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGujaratiRachna}}
<poem>
જોઈશ આ હ્રદય ભીતર એક વાર ?
પારેવડું ગરીબડું રડતું ઘવાયું,
ના હોંશ કૂજન તણી, ઊડવાની યે ના;
પાંખો ગઈ, ગઈ વળી દિવસોની ઉષ્મા.

આવે બિચારું તુજ હાથ મહીં લપાવા
જેણે ફરી ફરી ધરી કણ ભૂખ ભાંગી,
ને કૂજને હ્રદયનો રણકાર પૂરી
જેને નચાવી રીઝવ્યું હતું કૈંક વેળ.

એ જાય ક્યાં, ક્યમ ભૂલે દિવસોની મૈત્રી
જ્યારે હવે નવ રહી ઊડવાની હામ ?
તેં ખોળલે લઈ રમાડ્યું, હવે ખસેડે
શાને પૂછે હ્રદયને નહિ બીજી વાર ?

થૈને કૃતઘ્ની કરી ચંચુ-પ્રહાર ક્યારે
ડાર્યા કદી ય તુજ વત્સલ હાથ એણે ?
</poem>
Delete, Mover, Protect, Reupload, Uploader
8,152
edits