Changes

'{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નટવર કુબેરદાસ પંડ્યા |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार=નટવર કુબેરદાસ પંડ્યા
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGujaratiRachna}}
<poem>
ઘણીય વેળા
જાગી જતાં માઝમ રાતના મેં
જોયા કર્યો સ્ફટિકનિર્મલ અંધકાર,
ઘણા ઘણા તારક-ઓગળેલો,
કો સત્વ શો ચેતન વિસ્ફુરંત,
પૃથ્વી તણી પીઠ પરે ઊભા રહી;
ભૂપૃષ્ઠ ને વ્યોમ વચાળ
કો વસ્ત્ર શો ફર્ફરતો વિશાળ
અડ્યા કરે ઝાપટ જેની રેશમી;
અંધાર મેં અનુભવ્યો કંઈ વેળ પૃથ્વી પે
રોમાંચના સઘન-કાનન-અંતરાલમાં
વાયુ તણી લહરી શો મૃદુ મર્મરંત.
આકાશના તારકતાંતણા ને
ધરાની તીણી તૃણપત્તીઓથી
વણાયલું વસ્ત્ર જ અંધકાર આ;
મેં જોયું છે ઘણીય વાર અસૂરી રાતે
કે તારકો ઝૂકત છેક નીચે ધરા પે,
રે કેટલાય પડતા ખરી, ઝંપલાવતા
આ તૃણની ટોચ વડે વીંધાઈ જૈ
પ્રોવાઈ
મોતી થવા, સૂરજ-તેજનું પીણું
પીવા;
જેને તમે ઝાકળ ક્હો પ્રભાત-
-ને જોઈ છે મેં તૃણપત્તીઓને
ઊંચે ઊંચે વધતી આભ-પીઠે વવાઈ
(આકાશમાંયે ધરતી તણું ધરુ!-)
તારા તણું ખેતર થૈ ફળી જવા.
તારા તણાં કણસલાં કંઈ મેં દીઠાં છેં,
-ને જોયું છે મેં મુજમાં રચાતું
માટી અને તેજનું ચક્રવાલ કો
લીલી અને ઉજ્જવલ ઝાંયવાળું !
મેં અંધકારે મુજને દીઠો છે
કાયાહીણો કેવળ પારદર્શક
આ તારકો ને તૃણને જવા’વવા
કો સૂક્ષ્મ સંવેદનશીલ માધ્યમ,
કો સ્તંભ ટ્રાન્સમીટરનો સીમમાં ઊભેલ!
ત્યારે મને કશુંક ભાન ઊંડું ઊંડું થતું :
જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો
આ આભ ને અવનીની અધવચ્ચ ક્યાંક,
જાણે
હું તારકો ને તૃણની બિચોબિચ,
છું તારકો ને તૃણથી ખીચોખીચ !
</poem>
Delete, Mover, Protect, Reupload, Uploader
8,152
edits