Changes

आईना / सिल्विया प्लाथ

2,638 bytes added, 09:23, 4 नवम्बर 2023
'''मूल अंग्रेज़ी से अनुवाद : रश्मि भारद्वाज'''
'''अब इसी कविता का गुजराती में अनुवाद पढ़िए'''
સિલ્વિયા પ્લાથ
દર્પણ
 
હું છું રૂપેરી અને સુસ્પષ્ટ, પૂર્વધારણાઓથી મુક્ત.
જે કંઈ દેખું એ ગ્રસી લઉં છું તરત જ,
જેવું છે એવું જ, પ્રેમ કે અણગમાથી ઝાંખું કર્યા વગર.
ક્રૂર નથી હું, માત્ર યથાર્થ છું-
ચતુષ્કોણ નેત્ર, કોઇ નાનકડા દેવતાનું.
મોટા ભાગનો કાળ વ્યતીત કરું છું સામેની દીવાલનું મનન કરવામાં.
ગુલાબી છે એ, અને છાંટણાંવાળી. મેં એને એટલી નિહાળ્યા કરી છે
કે મારા હૃદયનો હિસ્સો માની બેસું છું એને, પણ એ કંપી ઉઠે છે.
અમને અલગ કર્યા કરે છે વારંવાર, ચહેરા અને અંધકાર.
અને હવે હું સરોવર છું. એક નારી ઝૂકે છે મારા પર,
પોતે ખરેખર કોણ છે એની શોધ મારા ઊંડાણોમાં કરવા.
પછી એ વળી જાય છે તરત, મીણબત્તી કે ચંદ્ર જેવા જૂઠાબોલા તરફ.
પીઠ એની દેખું છું હું, ને એને નિખાલસ પ્રતિબિંબું છું.
મને એ ઈનામ આપે છે, અશ્રુ અને અશાંત હાથોનું.
હું એના માટે મહત્વપૂર્ણ છું. એ આવે છે, જાય છે.
રોજ સવારે અંધકારની જગ્યા લે છે એના ચહેરા.
એક બાલિકાને ડૂબાડી છે એણે મારી અંદર, અને મારા પેટાળમાંથી એક વૃદ્ધા
રોજ રોજ ખેંચાઈ આવે છે એના તરફ, કોઇ ભયાનક મત્સ્યની માફક.
 
'''मूल अंग्रेज़ी से गुजराती में अनुवाद : नन्दिता मुनि'''
'''अब यही कविता मूल अँग्रेज़ी में पढ़िए'''
Delete, Mover, Protect, Reupload, Uploader
53,693
edits