મન નાચે / પિનાકિન ઠાકોર

મંન મારું નાચે થનક થેઈ થેઈ
ઝીણા તે ઘૂઘરા વાગે છમક છુમ,
બોલે તા તોમ તેઈ તેઈ- મંન મારું0

કિરણો અડે ને કંપી ઊઠે છે પોયણાં,
વાયુની લ્હેર વાય ફરકે ઉપરણાં,
ફૂલની ફોરમ લેઈ લેઈ- મંન મારું0

ઘેલું ઘૂમે મારું અંતર આનંદમાં,
ગીતો ગાતું એના મનગમતા છંદમાં,
પાગલ શું પ્રીત દેઈ દેઈ- મંન મારું0

इस पृष्ठ को बेहतर बनाने में मदद करें!

Keep track of this page and all changes to it.