અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાંઓ રોજ રોજ કાંઠે
એને જોવાને જઇએ ભાઇ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન
રેતીને સ્પર્શીએ તો ફૂટે છે ગીત અને અંગૂલી થઈ જાયે પેન
છીપલાના ઓરડાથી શબ્દોના મોતીડા ઝીણું ઝીણું રે સ્હેજ ઝાંકે
અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાંઓ રોજ રોજ કાંઠે
દરિયાને જેમ અમે મળવા જઇએને એમ દરિયો પણ આવે છે મળવા
Sorry હો ‘પ્રેમ’ જરા Busy હતોને – મને દેખીને લાગે કરગરવા
મૂકીને મંન પછી ભેટવાને આવે ને બોજ બધો ઉતારી નાખે
અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાંઓ રોજ રોજ કાંઠે