હદ વગરનું પ્રથમ દરદ આપે,
બાદ મીરાં સરીખું પદ આપે!
કીડી કે ગજ સમું છો કદ આપે,
ચાહું કે લેશ પણ ના મદ આપે!
કોઈ ઉધારી એ ચલાવે નહિ,
એ સમય છે, બધું નગદ આપે!
ચાલ જીવનની સાવ ટૂંકી દઈ,
એ રમતને ના કોઈ હદ આપે!
કર સમર્પિત સ્વયંને તું 'સુધીર',
શક્ય છે પ્રેમની સનદ આપે!