કપડાંનું પોટલું છોડ્યું વાઘાઓના ધાગામાંથી
મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુગંધ કૂદી પડી
કપડાંના પહેરનારાઓને ગૂંગળાવી મારવાનો રસ
મને ન હોય
ક્ષણ પહેલાંનો હું હું નથી હોતો
મારામાં સંખ્યાતીત વૃક્ષો અને વેલીઓ ઘાસ
રસ્તા અને કેડીઓ પશુપંખી સરોવર અવાજો
અને અંધારાં મૌન અને અજવાળા સતત જન્મે
છે અને મરે છે
તો મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુગંધનો સંગ્રહ
ભલે પ્રકટ થતો