કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ, ભીતર ધાંધલધમાલ થઈ ગઈ. કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ. પંખીએ બે ટહુકા વેર્યા, હવા બધીયે ગુલાલ થઈ ગઈ. ડાળે ડાળે શુભ સંદેશા, ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ. ઝાકળની જયાં વાત કરી ત્યાં, સૂરજ સાથે બબાલ થઈ ગઈ.