Last modified on 10 अगस्त 2023, at 09:44

કાળો ડુંગર – ૨ / વસંત જોષી

આ ટોચ પર આવી ઊભા
આગળ પથરાયું
ચાંદનીનું અફાટ રણ
મીઠાની ખારાશ
આંગળી ચાખે
પવન શાંત
શિયાળ જમે
ઉનાળે ડમરી
શિયાળે ટાઢ
રાત દિવસ
ઝંઝાવાત
અડીખમ
રણમાં
ઊભો
ડુંગર
કાળો.


૧૮ ફેબ્રુઆરી ૧૯૯૫