(વસંતતિલકા)
ધુરંધરો જગતના સહુ સજ્જ થાતાં,
યુદ્ધે, ધરે અવનવા કંઈ અસ્ત્ર શસ્ત્ર,
ત્યારે અજાણ સહુથી દૂર અંધ ખૂણે,
તું આદરે નવીન યુદ્ધ, પ્રયોગ ભવ્ય,
જ્યાં શાસ્ત્ર માત્ર સત, હિંસક અસ્ત્ર ના કો’,
સેના ધપે, જન જપે હરિનામ હોઠે,
માથે મઢે મુગટ શાંતિ, સહિષ્ણુતાનો,
ના હારજીત, પરિવર્તન એ જ લક્ષ્ય !
તારે ન વેરી જન કોઈ, ન કોઈ હીન,
તું બંધુ, મિત્ર સહુનો, પથદર્શી શૂરો,
વિજ્ઞાની, જ્ઞાની મનનો, ભયમુક્તિ દાતા,
તેં આંખના પડળ સૌ કરી દૂર, દીધી
દ્રષ્ટિ, સમષ્ટિ ઉઘડી, ઉરતાપ શામે,
ગુલામીમાં સબડતાં જન મુક્તિ પામે!