ખાલીમખમ આયનાને ચાંચ મારી-મારીને ટોચ્યા કરતી ચકલી કદાચ - આકાશનો રસ્તો ભૂલી તો નહીં ગઈ હોય! પાંખને બદલે ચાંચથી આકાશને શોધતી નાદાન ચકલીને કોણ સમજાવે કે, આયનાના આકાશમાં ઊડી શકાતું નથી!