તળાવ પુરાઈ જાય
એટલે શું પુરાઈ જાય ?
તરસ ?
ગામને પાદરે આવેલો એક વિસ્તાર
તેની ઓળખ ગુમાવી દે તેથી,
વહેલી સવારે હળવેથી
તળાવનાં પગથિયાં ઊતરીને
આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ
શું જીવી જાય છે ?
તળાવ આજે હોય,
ને કાલે ન હોય.
પણ અહીં ડૂબી ગયેલી એક લાશ
નીતરતી રહે છે,
તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે,
ઘોડાપૂર જેવા.
ડૂબી જાય છે કંઈ કેટલા
ને છળી મરે છે તરસ.