Last modified on 14 अगस्त 2023, at 11:40

જખ બોંતેરા / વસંત જોષી

સામટા હણહણે છે
બોંતેર અશ્વો
મારી આસપાસ
ઘરઘરાટમાં ઊડે છે
થાકેલા અશ્વોના ફીણગોટા
કેટલું અંતર કાપીને આવ્યાં હશે ?
ધવલ
ફ્લેમિન્ગો જેવાં
જાણે દેવતાઈ દૂત
તીરકામઠાને બદલે બંદૂકો હશે
તેના ખભે
અટક્યા અહીં
ખબર નથી આગળ જવાની
ટેકરી ચડ્યાં પછી ઊતરાતું નથી
શ્રધ્ધામાં કેદ
ગોઠવાઈ ગયા છે
હારબંધ
થાકેલા
ધવલ

બોંતેરા