Last modified on 28 दिसम्बर 2014, at 12:27

નજરકેદ / ભરત ત્રિવેદી

કાલે
સપનામાં ચગાવેલા
લાલ પીળા પતંગ
હજી લહેરાયા કરે છે આંખોમાં, ને
બારી બહાર
સાવ ધોળા સ્નોના બખ્તર પહેરેલા
પહાડ
અહીં હાથમાં ભાલા લઈને
જાણે પહેરો ભરી રહ્યા છે!