Last modified on 25 अप्रैल 2016, at 16:52

નશો નજરનો / ધ્રુવ જોશી

ઘણી રાત ચાલી થયા જામ ખાલી,
હજી તો ઘણા ઘૂંટનું પાન બાકી.

હસી હોઠથી આંખ છાની નચાવી,
નશીલી નજરનો, ભરી જામ લાવી.

પછી ધૂંટ પીતા વધુ પ્યાસ લાગી,
કહે સાનમાં એ હજુ રાત લાંબી.

ભલે હાથમાં હોય પ્યાલી અધૂરી,
ફક્ર કેમ, સાકી મધુથી ભરેલી.

ખરાબાત ખાલી રહી એક સાકી,
નજરના નશાથી અમે પ્યાસ ઠારી