Last modified on 14 अगस्त 2023, at 11:41

પગથિયાં / વસંત જોષી

પગથિયાં
ચડી શકાય
ઊતરી શકાય
ચડવું
ઊતરવું
પગથિયાં
ઉપર-નીચે
ચકળવકળ
શ્વાસ
ગભરુ છાતી
બંધ હાથ
પાતાળ પાણી
વાવ તળિયે
ઉપર
સૂરજ્ગાડી
તળિયે
ચાંદો પાણી
ખોબલો
ઘટક ઘટક
પગથિયાં
ચડે
ઊતરે