Last modified on 28 दिसम्बर 2014, at 18:44

પોઢેલા પિયુના / રામનારાયણ વિ.પાઠક 'શેષ'

[શાર્દૂલવિક્રીડિત]

પોઢેલા પિયુના પરે ઝળુંબતી કો રંગભીની વધૂ,
વિશ્રંભે ચૂમવા ચહે નીરખીને એકાન્ત આવાસનું,
ઓચિંતાં પિયુનેન ત્યાં ઊઘડતાં છાયે મુખે લાલિમા,
થંભ્યો અધ્ધર ઊગતો ક્ષિતિજથી, તેવો દીસે ચન્દ્રમા!