Last modified on 5 जुलाई 2016, at 20:17

મારે તને કહેવું છે / પારસ હેમાણી

મારે
તને કહેવું છે
તારે મને કહેવું છે,
પણ
કહી શકતા નથી
લાગણી મૃગજળ સમી બની ગઈ છે
તેથી
મૃગની જેમ
દોટ મૂકવા કરતા
માણી લઈએ
મૌન સાંનિધ્ય
હિંચકે ઝૂલીને... !!