Last modified on 16 अगस्त 2013, at 17:38

મીઠડા માવજી રે! / ભાલણ

મીઠડા માવજી રે! મારે મંદિર આવો,
પ્રેમે પીરસું પરમાનંદ! તે ક્રૂર ને દૂધ શિરાવો.

મથુરા રિદ્ધિ પામ્યાં ઘણી, વાધ્યું છે અતિ તેજ રે;
સહી જાણજો મારા સરખું, કો નહીં આણે હેજ રે.

ધવરાવી હૈડે ચાંપતી, તેમ દેવકી નહીં ચાંપે રે;
રોમાંચિત મારી દેહડી થાતી, તેમ તેનીનહેં કાંપે રે.

માતા નહીં થાઉં તમારી, ધાવ કહી મને જાણો રે;
મેં બાંધેલો માખણ માટે, તેથી રોષ ભરાણો રે?

કાલિંદીમાં તમ ઉપર, જે હું નવ ઝંપલાવી રે ;
જાણું છુ તે વાત સંભારી, રીસ તારે મન આવી રે.

તેં દીધો તેમ કો દે , પ્રીત કરીને છેહ રે;
ભાલણ રઘુનાથ ! સંભારો એક ઘડી તો નેહ રે.