હા તમે ખુદ પ્રેમ જેવું કૈં કરેલું રાખજો !
¬¬¬¬¬¬¬સ્વપ્ન હો તો સ્વપ્નથી પણ મન વરેલું રાખજો !
કોઈ સંભારે કદી એવું કહેલું રાખજો !
-ને ગડીવાળી મૂકે એવું લખેલું રાખજો !
કાન તો શું, જીવ પણ કોળી ઊઠે એ યાદથી,
ક્યાંક પણ કોઈનું એવું સાંભળેલું રાખજો !
આકરા કૈં તાપમાં કરશે મીઠો એ છાંયડો,
વૃક્ષ જેવું ભીતરે બસ ઊછરેલું રાખજો !
આંખ તો છલકી જશે એની લઢણ મુજબ સદા,
લાગણીથી આપણે બસ મન ભરેલું રાખજો !
વાર-ત્હેવારે પછી અવસર બની ઝૂલી જશે,
જિન્દગીમાં પર્વ કોઈ ઊજવેલું રાખજો !
કોઈ છાનું આવી હસ્તાક્ષર કરી જાશે ‘સુધીર’,
ડાયરીનું એક પાનું વણલખેલું રાખજો !