Last modified on 12 अगस्त 2015, at 10:49

લૈ જાશે / સુધીર પટેલ

હોય ઈચ્છા તો છેક લૈ જાશે,
ત્યાં સુધી એની મ્હેક લૈ જાશે!

કોઈ ટેકણ ન હોય તો કૈં નહિ,
ટૂંક પર તમને ટેક લૈ જાશે!

થૈ જશે ધૈર્યની કસોટી પણ,
ત્યાં મનોયત્નને લૈ જાશે!

ભીતરે એકલા જવું પડશે,
બહાર બીજે અનેક લૈ જાશે!

સત્ય છેવટનું શોધવા 'સુધીર',
આગળ આહલેક લૈ જાશે!