શબ્દનો સંબંધ આળો હોય છે.
શબ્દ સુંવાળો, હુંફાળો હોય છે.
શબ્દના રેલા દડીને ક્યાં જશે ?
અર્થનો અધવચ્ચ પાળો હોય છે;
શબ્દપંખી ટેરવે બેસે - ઊડે,
એટલામાં ક્યાંક માળો હોય છે;
શબ્દનું ટોળું ધસે મારા તરફ,
મેં કરેલો કોઈ ચાળો હોય છે;
શબ્દ પેસે મૌનમાં એવી ક્ષણે,
વાતના વસમા દુકાળો હોય છે.